Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 | Mukhyamantri Matrushakti Yojana 2022

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત , Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ જરૂરી છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.







મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત , Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ જરૂરી છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 

  • યોજનાનું નામ મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના (MMY) 2022
  • (Mukhyamantri Matrushakti Yojana 2022 )
  • યોજના શરુ કરનાર વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર.
  • યોજના લોન્ચ તારીખ 18 જૂન 2022
  • હેતુ માતા અને બાળકના પોષણમાં સુધારો
  • આ MMY યોજનાના લાભો આંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે.
  • યોજના અમલીકરણ તારીખ: 01/06/2022
  • લાભાર્થી રાજ્યનું નામ ગુજરાત
  • સત્તાવાર વેબસાઇટ https://1000d.gujarat.gov.in/
યોજનાની ટૂંકી માહિતી – ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૭ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો

મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ

સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.
નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.

યોજનાના અપેક્ષિત પરિણામો

  • માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
  • અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
  • IMR અને MMR માં ઘટાડો

અરજી ફોર્મ નીચે મુજબ રહેશે:

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Matrushakti Yojana Gujarat Online Registration Process

અરજદારે https://1000d.gujarat.gov.in/ પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ https://1000d.gujarat.gov.in/ ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://1000d.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.


  • વ્યક્તિગત માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર  લાભાર્થીનું નામ , રેશન કાર્ડ મેમ્બર આઈ.ડી ભરવાની રહેશે.
  • ત્યારબાદ આ ઉપરાંત લાભાર્થીના આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) નો સમયગાળો:
  • યોજનાનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ માટે કરવામાં આવશે, ત્યારબાદ યોજનાની સક્ષમ કક્ષાએથી સમીક્ષા કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.
નીચેની લિંકથી સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022

સત્તાવાર પરિપત્ર : અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. યોજના ચલાવવામાં આવે છે.