અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now
Posts

ડૉ.આંબેડકર આવાસ યોજના – ઓનલાઈન અરજી કરવાનું શરૂ સહાય : ૧,૨૦,૦૦૦/- ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોના લોકોને આવાસો પુરા પાડવાના છે તેમજ ઘરવિહોરા અને ખુલ્લા ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધકામ માટે કુલ ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે. આ યોજનામાં પ્રથમ હપ્તો 40,000 નો 40 હજાર રૂપિયા નો બીજો હપ્તો ₹60,000 તેમજ ત્રીજો રૂપિયાનો આપવામાં આવે છે. આમ કુલ ₹1,20,000 આપવામાં આવે છે.

ડો.આંબેડકર આવાસ યોજના લાભ કોણ લઈ શકે? Ambedkar Awas Yojana 2024 Gujarat

આંબેડકર આવાસ યોજના નો લાભ મેળવવા માટે કેટલીક પાત્ર હતા હોવી જરૂરી છે. જે નીચે મુજબ છે.

 • આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવું જોઈએ.
 • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.
 • અરજદારી પોતાના પ્રમાણપત્ર મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
 • જો લાભાર્થીએ અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી ના મંજૂર કરવામાં આવશે.
 • આવાસ સહાય નો બીજો હપ્તો મર્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
 • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ જ લઈ શકે છે.
 • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ.
 • અરજી ઓનલાઇન થયા બાદ અરજીની બે નકલો અરજદારી જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહેશે.
 • જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાત પણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
 • ડો.આંબેડકર આવાસ યોજના માટે મળવા પાત્ર લાભો Ambedkar Awas Yojana 2024 Gujarat

  • ઘર બાંધકામ માટે કુલ ₹1,20,000 ની સહાય મળવા પાત્ર થશે.
  • આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાકું ઘર મળશે.
  • પ્રથમ હપ્તો ₹40,000 નો બીજો હપ્તો ₹60,000 નો અને ત્રીજો આપતો 20,000 રૂપિયા નો ચૂકવવામાં આવશે.
  • પહેલા ₹40,000 ત્યાર પછી 60000 રૂપિયા અને લાસ્ટમાં 20,000 રૂપિયા એમ આપવામાં આવશે.
  • તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લીન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શોચાલય સહિતનું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવશે.
  • ડો.આંબેડકર આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો Ambedkar Awas Yojana 2024 Gujarat

   • અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ
   • આવકનું પ્રમાણપત્ર જરૂરી છે
   • રેશનકાર્ડ જોઈએ
   • જાતિનો દાખલો હોવો જોઈએ
   • રહેઠાણના પુરાવા જેમકે વીજળી બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક
   • જમીન માલિકીનો પુરાવો
   • બેંક પાસબુક હોવી જોઈએ
   • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
   • જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીનના માપ દર્શાવતા નકશાની નકલ
   • મકાન બાંધકામ ચીઠી
   • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ
   • જર્જરીત મકાન નો ફોટો

   ડો.આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી? Ambedkar Awas Yojana 2024 Gujarat

   • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
   • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
   • બધી જ માહિતી ભરીને સબમિટ કરી દેવાનું છે.
   • ત્યાર પછી તમારા મોબાઈલ નંબરમાં આઈડી અને પાસવર્ડ આવશે.
   • તેનાથી લોગીન કરવાનું રહેશે.
   • લોગીન કર્યા પછી યોજનાઓ ખુલશે.
   • તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
   • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
   • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
   • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં અરજી સેવ કરી લેવાની રહેશે.
   • અરજી સેવ કર્યા પછી, અરજી સબમીટ કરવાની છે.
   • અરજી સબમીટ કરશો એટલે તમારા મોબાઇલમાં અરજી નંબર આવી જશે ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

   ડો.આંબેડકર આવાસ યોજના અરજીનું સ્ટેટસ જોવાની પ્રોસેસ રીત

   • તમારી અરજી નું સ્ટેટસ જાણવા માટે એપ્લિકેશન સ્ટેટસ બટન પર ક્લિક કરવી.
   • પછી તમારી અરજી નો નંબર નાખો તમારી જન્મતારીખ લખો.
   • ત્યારબાદ છેલ્લે સ્ટેટસ બટન પર ક્લિક કરો અને જુઓ તમારી અરજીની સાચી સ્થિતિ.