PMEGP લોન યોજના ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે
PMEGP લોન યોજના: દેશ માં ઘણા લોકો પોતાનો ધંધો કરવા માંગે છે એ પછી નાનો હોય કે મોટપાયાનો પરંતુ તેની પાસે પૂરતા પૈસા ના હોવાથી કરી શકતા નથી. તે હેતુ થી સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી.
PMEGP લોન યોજના: PMEGP Loan Scheme In Gujarat
યોજના નું નામ
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)
લાભાર્થી
વ્યવસાય કરવા ઇછુક
મળવાપાત્ર સહાય
50 લાખ રૂપિયા સુધી લોન (35% સુધી ની સબસિડી)
સતાવાર વેબસાઇટ
PMEGP લોન યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ્સ સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ
પ્રોજેક્ટ રિપોર્ટ
અરજદારની ઓળખ અને સરનામાના પુરાવા
અરજદારનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને આઠમા પાસનું પ્રમાણપત્ર
ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમ (EDP) તાલીમનું પ્રમાણપત્ર
SC/ST/OBC/લઘુમતી/ભૂતપૂર્વ સૈનિકો/PHC માટે પ્રમાણપત્ર
શૈક્ષણિક અને તકનીકી અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર, જો કોઈ હોય તો
બેંક અથવા NBFC દ્વારા જરૂરી કોઈપણ અન્ય દસ્તાવેજ
યોજના માટે કોણ લાભ લઈ શકે
અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
અરજી કરનાર નું ઉધ્યોગ આધાર હોવું જરૂરી છે.
રૂ 50 લાખ સુધી ની લૉન મળવાપાત્ર છે.
અરજદાર ઓછા માં ઓછું ધો 8 પાસ હોવા જોઈએ
બીજી કોઈ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ની યોજના નો લાભ લીધેલ ના હોવો જોઈએ.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
1) નવા ધંધા માટે અરજી (પહેલી લોન)
સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
ત્યારબાદ તેમાં “Application For New Unit” બટન પર ક્લિક કરો.
અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો.
પછી Save Applicant Data પર ક્લિક કરો.
2) ચાલુ ધંધા માટે અરજી (બીજી લોન)
સૌપ્રથમ PMEGP ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp
ત્યારબાદ તેમાં “Application For Existing Unit”(2nd Loan)બટન પર ક્લિક કરો.
અને પછી તેમાં આપેલી બધી વિગતો ભરો. અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફાઇનલ સબમિશન માટે આગળ વધો.
હાલના ધંધા ને અપગ્રેડ કરવા માટે બીજી લોન સબસિડીના રજિસ્ટર્ડ અરજદાર માટે લૉગિન ફોર્મ: