અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now
Posts

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarati 2024

કાંટાળી તારની વાડ (ફેંસિંગ) બનાવવાની યોજના – Tar Fencing Yojana Gujarat 2024 | કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી


Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના વિગત

યોજનાનું નામ તાર ફેન્સીંગ યોજના 2024

લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો

રાજ્ય ગુજરાત

સહાય રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે

અરજીનો પ્રકાર ઓનલાઈન

અધિકૃત વેબસાઈટ ikhedut.gujarat.gov.in/

જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૦૮/૧૨/૨૦૨૦ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે.આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા  તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.

તાર ફેન્સીંગ સહાય યોજના : કેટલી સહાય મળશે ? ક્યાં અને ક્યારે ફોર્મ ભરાશે..જાણો આ વિશેષ યોજના વિશે


કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફત બહાર પાડી મુકવામાં આવી છે.


આ૫ણા દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના(tar fencing yojana gujarat)નો ૫ણ સમાવેશ થાય છે.


  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની માહિતી:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાની અરજી સાથે રજુ કરવાના સાઘનિક પુરાવાઓ:-
  • કાંટાળી તારની વાડ બનાવવાની યોજના હેઠળ મળવાપાત્ર સહાય:
  • કાંટાળી તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ :-
  • ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજનાના ૫રિ૫ત્રો/ઠરાવો


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઇતિહાસ

ગુજરાત સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ વારંવાર લાવતી રહી છે. આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ની વાત કરીએ તો આ યોજના તારીખ: 20/05/2005 થી અમલમાં છે. આ યોજનાને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા માટે તેમાં સુધારા વધારા કરી ક્લસ્ટર આધારીત યોજનાનો ઠરાવ કરેલ છે.


આ યોજનાનો પ્રારંભ આપણાં ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ સાહેબ છે,તેમના દ્વારા વડોદરામાં વરણામાંના ત્રિમંદિર ખાતેના એક કાર્યક્રમમાં ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આ યોજનામાં ટોટલ 250 કરોડની ફાળવણી કરેલ હતી. આટલી ફાળવણીમાં સરકારની માહિતી મુજબ 2015 સુધીમાં માત્ર 30 કરોડની ફાળવણી કરવામાં આવેલી અને તેમાં 13160 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલો. જ્યારે આ યોજના બહાર પાડવામાં આવેલી ત્યારે 2017 સુધીમાં માત્ર આ યોજના માટે 250 કરોડ રૂપિયા ફાળવેલા હતા.

કાંટાળી તારની વાડ યોજના,ફેંસિંગ યોજના,sarkari yojana,સરકારી યોજના,Fencing Yojana,


કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો ઉદ્દેશ