Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
Posts

દર મહિને 300 રૂપિયાની સબસીડી આપે છે સરકાર, જાણો પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના લાભ-Gas Subsidy Check Online

Gas Subsidy Check Online : પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલુ ગેસ ના વપરાશ માટે ભારત સરકાર દર મહિને સબસીડી આપે છે. આ સબસીડી થી નાણાકીય સહાય મળવાથી ખાસ કરીને મધ્યમ વર્ગ ના લોકો તેમજ ગરીબ વર્ગના લોકોને રાહત મળે છે. સામાન્ય રીતે દર મહિને ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ ના ભાવમાં ફેરફાર થતાં હોય છે, જો ગેસ ના ભાવમાં થોડો પણ વધારો થાય તો માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ઘર વપરાશ માટે પોતાનું બજેટ ફરી તપાસવું પડતું હોય છે.

તેથી જ ભારત સરકાર દ્વારા અપાતી સબસીડીથી લોકો આર્થિક રીતે થોડી રાહત અનુભવે છે તો ચાલો આ યોજના વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ.

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળતા લાભ

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આર્થિક રીતે પછાત મહિલાઓને ઘરેલુ ગેસ માટે દર મહિને 200 થી 300 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે જેથી મહિલાઓને વધતા જતા ગેસના ભાવ સામે આર્થિક રાહત મળે.

તેમજ વધારે માં વધારે મહિલાઓ એલપીજી ગેસ નો ઉપયોગ કરવા વધુ પ્રેરાય છે અને તેથી મહિલાઓને ધુમાડાને સામનો ન કરવો પડે, મહિલાઓના સ્વાસ્થ્ય પણ ના બગડે અને પ્રદૂષણ પણ ન ફેલાઇ.

આ મહિલાઓને જ સબસીડી મળે છે

  • પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને વર્ષ માં 12 ગેસ સિલિન્ડર પર જ સબસીડી મળવા પાત્ર થાય છે જો એક વર્ષ માં 13 ગેસ સિલિન્ડર વાપરે છે તો તેરમા ગેસ સિલિન્ડર પર સબસીડી મળતી નથી.
  • જો મહિલા પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જ ગેસ સિલિન્ડર વાપરે છે તો જ સબસીડી મળે છે.
  • તેમજ સબસીડી મેળવવા માટે ઈ કેવાયસી પણ કરેલું હોવું જોઈએ.

ગેસ પર મળતી સબસીડી ઓનલાઇન જુઓ | Gas Subsidy Check Online

જો તમે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો અને તમારે ઘરે બેઠા ચેક કરવું છે કે તમને સબસીડી મળી છે કે નહિ તો તમે નીચેના સ્ટેપ મુજબ ચેક કરી શકો છો.

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં માય એલપીજી નામ ની સતાવાર વેબસાઈટ ઓપન કરવાની છે.
  • હવે તમે જે પણ ગેસ એજન્સી ના ઘરેલુ ગેસ નો ઉપયોગ કરો છો તે ગેસ એજન્સી સિલેક્ટ કરવાની છે.
  • હવે તમારે ગીવ યોર ફીડ બેક ઓનલાઇન નામ ની લીંક પર ક્લિક કરવાનું છે.
  • હવે તમને એલપીજી નામ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે સબસીડી રિલેટેડ નામના ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
  • તમને હજુ સબસીડી મળી નથી તેથી તમારે સબસીડી નોટ રિસિવડ નામના વિકલ્પને પસંદ કરવાનો છે.
  • હવે આ યોજના માં જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર દાખલ કરો.
  • આ પ્રક્રિયા કર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે, અહી તમે તમને મળેલી સબસીડી ની માહિતી તેમજ સ્ટેટસ ચેક કરી શકશો.

જો તમે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના દ્વારા સબસીડી નથી મળી રહી અને તમે આ યોજના નો લાભ મેળવવા ઇચ્છો છો તો તમારે નીચે મુજબ ના દસ્તાવેજ રજૂ કરવા પડશે.

જરૂરી દસ્ત્વેજની યાદી

  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • રાશન કાર્ડ
  • પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ ની ઝેરોક્ષ
  • બેંક ખાતામાં પાસબુકની નકલ
  • મોબાઈલ નંબર

આશા રાખું છું કે તમને આ યોજનાની માહિતી પસંદ આવી હશે, આવી જ રીતે સરકારી યોજનાની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.