શૌચાલય યોજના દ્વારા મળતું સહાય ધોરણ
આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત કેટેગરી નક્કી કરેલ નથી એટલે કે ભારતના દરેક ગરીબ નાગરિક આ યોજનાનો લાભ લઇ નાણાકીય સહાય મેળવી પોતાના ઘરે સૌચાલય બનાવી શકે છે. જે નાગરિક આ યોજના હેઠળ અરજી કરે છે તે અરજદારોની અરજી માન્ય થયા બાદ થોડા સમય પછી તેઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 12000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે, એ માપદંડ અનુસાર તમે યોગ્યતા ધરાવતા હોવા જોઈએ તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટસ તમારી પાસે હોવા જોઈએ તો ચાલો તે વિશેની માહિતી મેળવીએ.
… તો જ યોજનાનો લાભ મળશે
- આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરે પહેલેથી જ સૌચાલય હોવું ના જોઈએ.
- ભારતના એવા નાગરિકો કે જે ગરીબી રેખા ની નીચેના વર્ગમાં આવે છે તે લોકો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- ફક્ત ભારતના નાગરિકો જ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરી શકે છે.
આ યોજનામાં અરજી કરવા માટે દસ્તાવેજ ની યાદી
- અરજદાર પાસે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો હોવો જોઈએ
- કોઈપણ સરકાર માન્ય આઈડેન્ટિ પ્રૂફ
- અરજી કરનારનું આધાર કાર્ડ
- ગરીબી રેખાની નીચે આવો છો તે માટેનો સરકાર માન્ય પુરાવો
- બેંક ખાતાની પાસબુકની નકલ
- અરજી કરનારના મોબાઈલ નંબર
શૌચાલય યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા | Sauchalay Yojana Registration 2024
- આ યોજનામાં અરજી કરવા માટે તમારે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ https://swachhbharatmission.gov.in ઓપન કરવી પડશે.
- ઓપન થતા મેન મેનુમાં તમારે “Citizan Corer” ઓપ્શન પસંદ કરવાનો છે.
- આ ઓપ્શન પસંદ કરતા “Application Form for IHHL” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે.
- હવે નવા પેજ પર તમારે “Citizen Registration” બટન પર ક્લિક કરવાનું છે.
- હવે તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા થઈ ગયા બાદ તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે.
- હવે તમારે “Sign In” પર આવી જવાનું છે અને અહીં લોગીન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
- હવે તમારે “મેનુ” પર જવાનું રહેશે.
- ત્યારબાદ તમારે “New Application” પસંદ કરવું પડશે.
- હવે તમારી સામે આ યોજના માટે અરજી ફોર્મ ખુલી જશે, અરજી ફોર્મમાં દરેક વિગત ધ્યાનપૂર્વ સાચી ભરવાની છે.
- છેલ્લે તમે અરજી સબમીટ કરશો એટલે તમારી અરજી ઓનલાઇન ભરાઈ જશે.
- જો તમારી અરજી રિજેક્ટ ન થઈ તો તમને સરકાર તરફથી ₹12,000 સહાય રૂપે મળી જશે.
યોજનામાં થયો મોટો ફેરફાર :
આ ઉપરાંત જે પણ ઉમેદવાર મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેઓ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ ત્યાંથી આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી શકે છે. આ અરજી ફોર્મમાં દરેક વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ જોડવાના રહેશે. જરૂરી વિગતો અને દસ્તાવેજ જોડાઈ ગયા બાદ તમે આ અરજી ગ્રામ પંચાયતમાં જમા કરી દેવાની છે.