થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખની સહાય | Three wheeler sahay yojana gujarat
આ યોજના દ્વારા થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખની સહાય આપવા પાછળ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે જે લોકો પાસે રોજગાર નથી તે લોકો થ્રી વ્હીલર વાહન ખરીદે અને તેના દ્વારા રોજગારી કરે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારે છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન ફોર્મ ભરવું પડશે જેની માહિતી નીચે મુજબ છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
આ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને જણાવી દઈએ કે આ યોજનામાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 15/10/2024 ના રોજ થઈ ગઈ છે અને 30/10/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. પરંતુ આ યોજનાનો લાભ એ લોકો જ મેળવી શકશે જે લોકો નીચે મુજબની શરતોનું પાલન કરે છે.
આ યોજના દ્વારા મળતા લાભ
- આ યોજના દ્વારા લાભાર્થીને રૂપિયા ત્રણ લાખની લોન આપવામાં આવે છે.
- હવે લોન છે એટલે વ્યાજ દર પણ હોય, તો વ્યાજદર વિશે જણાવી દઈએ કે આ લોન પર વાર્ષિક 3% નું વ્યાજ દર રાખવામાં આવેલ છે, જે ખૂબ ઓછું કહેવાય.
- લોન અને વ્યાજદરની ચુકવણી એકસરખા 96 માસિક હપ્તામાં કરવાની રહેશે.
યોજનાનો લાભ લેવા માટેની શરતો
- અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની આવક રૂપિયા છ લાખ કરતા વધારે ન હોવી જોઈએ.
- જો અરજદારના કુટુંબમાં કોઈએ આ યોજનાનો લાભ લીધેલો છે તો આ યોજનાનો લાભ નહીં મળે.
- જે વાહન ખરીદવા માટે લોન માટે અરજી કરી છે તે વાહનનું અરજદાર પાસે લાઇસન્સ હોવું ફરજિયાત છે.
- અરજદાર કે અરજદારના કુટુંબમાં જો કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતું હશે તો તેઓને આ યોજનાનો લાભ નહીં મળે.
- આ યોજનાનો લાભ મૂળ ગુજરાતના રેહવાસી છે અને અનુસૂચિત જાતિના છે તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
ઓનલાઇન અરજી ક્યાં કરવી ?
જે અરજદારો આ યોજના દ્વારા ઉપર મુજબના લાભ મેળવવા ઈચ્છે છે અને ઉપર મુજબની શરતોનું પાલન કરે છે તેઓને તારીખ 30/10/2024 સુધીમાં https://sje.gujarat.gov.in/gscdc/ વેબાઈટન પર જઈ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
જો તમારા કોઈ મિત્રને આ યોજનાની જરૂરિયાત છે તો તેને આ યોજના વિશે માહિતી માટે આ લેખ તેને જરૂર શેર કરજો તેમજ આવી જ રીતે નવી નવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.