Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link
Posts

Aadhaar Link Mobile Number: આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કેવી રીતે કરશો?મેળવો સંપૂર્ણ માહિતી અહીંથી.

Aadhaar Link Mobile Number: આપણા દેશમાં ઘણા બધા નાગરિકો રહે છે. આ નાગરિકો જુદા જુદા સમુદાય, જુદા જુદા ધર્મ અને જુદા જુદા વર્ગ ના હોય છે. નાગરિકોની ઓળખ માટે ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે. જેમ 


Aadhaar Link Mobile Number: આપણા દેશમાં ઘણા બધા નાગરિકો રહે છે. આ નાગરિકો જુદા જુદા સમુદાય, જુદા જુદા ધર્મ અને જુદા જુદા વર્ગ ના હોય છે. નાગરિકોની ઓળખ માટે ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે. જેમ કે ચૂંટણી કાર્ડ, શાસનકાર્ડ , પાનકાર્ડ અને આધાર કાર્ડ. આમાં આધારકાર્ડ એ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. જે ભારતના દરેક નાગરિક પાસે ફરજિયાત હોય છે. કોઈપણ સરકારી કામકાજ અથવા અન્ય કામો માટે આધાર કાર્ડ મહત્વનું અને પહેલું ડોક્યુમેન્ટ હોય છે. તથા આધાર કાર્ડ દરેક જગ્યાએ ખૂબ જ કામમાં આવે છે. તેથી આજે આપણે જાણીશું કે મહત્વના ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ ને આપણે મોબાઈલ નંબર સાથે કેવી રીતે લિંક કરી શકાય.

ભારત દેશના નાગરિકનો આધાર એટલે તેનું આધારકાર્ડ. ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે. આધાર કાર્ડ નો ઉપયોગ આપણે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ કરતા હોય છે.તો આજે આપણે જાણીશું કે આપણો આધાર કાર્ડ આપણા મોબાઇલ સાથે લીંક છે કે નહીં.. જો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લીંક નથી તો શું કરવું, અથવા આપણું આધાર કાર્ડ કયા નંબર સાથે લિંક છે તે કેવી રીતે ચકાસવું આ અંગેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

Aadhaar Link Mobile Number:આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છે કે નહિ તે કેવી રીતે ચેક કરશો?

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છે કે નહીં તે myAadhaar વેબસાઈટ અને mAadhaar app દ્વારા સરળતાથી ચેક કરી શકાય છે.આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છે કે નહીં તે નીચે મુજબ ચેક કરી શકશો.

  • સૌપ્રથમ આધારકાર્ડ માટેની સત્તાવાર વેબસાઈટ myaadhaar.uidai.gov.in પર જાઓ.
  • ત્યારબાદ આ વેબસાઈટ પર Number/Verify Email પર જાવ.
  • ત્યારબાદ જે પૃષ્ઠ ઓપન થશે તેમાં બે વિકલ્પ હશે. 1. Varify Mobile Number અને 2. Verify Email Address
  • તેમાંથી Varify Mobile Number પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમાં તમારે તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને આપેલા કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે.
  • ત્યારબાદ Send OTP વિકલ્પ પર ક્લિક કરો.
  • તો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો the Mobile Number You have Entered Already Registered with our Records એવો SMS જોવા મળશે.
  • આમ તમે ચેક કરી શકશો કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં.
  • આધાર કાર્ડ સાથે ફોન નંબર લીંક ના હોય તો શું કરવું?

    આધાર કાર્ડ સાથે ફોન નંબર લીંક કરાવવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

    • સૌપ્રથમ તમારે તમારા નજીકના CSC સેંટર, આધાર સેન્ટર , પોસ્ટ ઓફિસ તેમજ મામલતદાર ઓફિસની મુલાકાત લો.
    • ત્યાંથી તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવી શકશો.
    • જ્યારે પણ તમે તમારા આધાર કાર્ડ સાથે ફોન નંબર લીંક કરાવવા માટે જાઓ ત્યારે નીચેના ડોક્યુમેન્ટ સાથે લઈ જાવ.
    1. રહેઠાણનો પુરાવો.
    2. મોબાઈલ નંબર.
    3. આધાર કાર્ડ.
    4. તમારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

    Aadhaar Link Mobile Number માટે મહત્વની કડીઓ

  • માય આધાર એપ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
    માય આધાર વેબસાઈટ પર જવાઅહીં ક્લિક કરો