Vav assembly by election results 2024 live: વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024ના લાઇવ પરિણામો જાણી લો. વિજેતા ઉમેદવારો, પાર્ટીવાર મતોની ગણતરી અને ચૂંટણીના તાજા અપડેટ ગુજરાતી ભાષામાં અહીં મેળવો.
vav vidhan sabha bypoll result 2024 live news updates: ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આજે 23 નવેમ્બર 2024, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થશે. જોકે, બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં વાવની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત રસાકસી છે.
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ
વાવ વિધાનસભા બેઠક જીતવી કોંગ્રેસ અને ભાજપ બહુ જરૂરી છે. 1998 થી 2022 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 4 વખત કોંગ્રેસ અને 2 વખત ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસ 1998, 2002, 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી. તો ભાજપે 2007 અને 2012માં વાવ વિધાનસભા બેઠક જીતી હતી.
વાવ વિધાનસભા બેઠક પર મતોનું સમીકરણ
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયા રાજકીય જંગ છે. કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી વાવ બેઠક પર કૂલ 310681 મતદાર છે. જેમા ઠાકરો સમાજના મતદારો સૌથી વધારે છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલના 16.3 ટકા, બ્રાહ્મણ સમાજના 9.1 ટકા, રબારી સમાજના 9.1 ટકા મતદારો છે.
https://www.youtube.com/live/fzDbex9N-NA?si=WZa85DHN7oGFya8d/