farmer registration એ એક પ્રક્રિયા છે જેમાં ખેડૂતો તેમની વ્યક્તિગત અને જમીનની માહિતી સરકારી રેકોર્ડમાં નોંધાવે છે. આ ફોર્મ સામાન્ય રીતે કૃષિ સેવાઓ, સરકારની યોજનાઓ અને સબસીડી માટે ખેડૂત નોંધણી ઉપયોગમાં આવે છે. અહીં ગુજરાત માટે સંપૂર્ણ નોંધણી પ્રક્રિયા Step by Step જણાવી છે:
ખેડૂત રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
- જમીનના 7/12 અને 8/અની નકલ
farmer registration ક્યાં અને કેવી રીતે કરાવવું?
- ગ્રામ પંચાયતમાં ઈ-ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવી શકશે.
- ખેડૂત પોતે જ https://gjfr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.
farmer registration કેવી રીતે કરવુ?
Framer registry ની વેબસાઈટ પસંદ કરવી (રાજય પ્રમાણે)
- તમારા બ્રાઉઝરમાં “AgriStack” ટાઈપ કરો.
- ગુજરાતની વેબસાઈટ: ગુજરાત માટે, (https://gjfr.agristack.gov.in/) ખેડૂત નોંધણી માટે ગુજરાતના લિંક પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ: તમે એકવાર નોંધણી કર્યા પછી રાજ્ય બદલી શકતા નથી, તેથી ખાતરી કરો કે તમે યોગ્ય વેબસાઈટમાં ફોર્મ ભરો છો
2. નોંધણી પ્રક્રિયા
- ગુજરાતના ખેડુતો https://gjfr.agristack.gov.in/ સાઇટ પર ક્લિક કરો અને ખેડૂત નોંધણી પર ક્લિક કરો.
- નવું ખાતું બનાવો – “Create New Account” પર ક્લિક કરો.
- આધાર નંબર: તમારો આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો.
- OTP ચકાસણી: આધાર નંબર દાખલ કર્યા પછી, તમારા મોબાઈલ પર OTP (વન-ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે. આ OTP દાખલ કરો.
- મોબાઈલ નંબર ચકાસણી: ત્યાર બાદ, અન્ય OTP પ્રક્રિયા દ્વારા તમારું મોબાઈલ નંબર ચકાસો.
3. ખાતું બનાવવું
- ચકાસણી પછી, તમારું પાસવર્ડ બનાવો.
- પાસવર્ડ બંને ફીલ્ડમાં દાખલ કરો અને તમારું ખાતું બનાવો.
- સફળતા સાથે ખાતું બનાવ્યા પછી, તમે હોમપેજ પર રીડાયરેક્ટ થઈ જશો.
4. લોગીન કરવું
- ખાતું બનાવ્યા પછી, તમારું મોબાઈલ નંબર અને પાસવર્ડ ઉપયોગ કરીને લોગીન કરો.
- તમારે CAPTCHA કોડ દાખલ કરીને લોગીન પર ક્લિક કરવું પડશે.
5. ફોર્મ ભરવું
લોગીન થયા પછી, ખેડૂત નોંધણી ફોર્મ દેખાશે.
- નામ: તમારું નામ આધાર પરથી આપો આપ આવી જશે. જો જરૂર હોય તો તેને એડિટ કરી શકો છો.
- કેટેગરી: તમારી કેટેગરી (SC, ST, OBC, General વગેરે) પસંદ કરો.
- પિતાનું નામ / પતિનું નામ: તમે પુરુષ છો તો પિતાનું નામ, અને મહિલા છો તો પતિનું નામ દાખલ કરો.
અન્ય વિગતો:
- ફોટો: આધાર કાર્ડ મુજબ તમારો ફોટો દેખાડશે.
- ઓથોરિટી પુરાવા: તમને PAN કાર્ડ, બેંક વિગતો વગેરે જેવા અન્ય માહીતી ભરવાની રહેશે.
- વિકલાંગતા: જો લાગુ પડે તો વિકલાંગતા પસંદ કરો અને તે મુજબની માહીતી ભરો.
સરનામું:
- તમારું પેર્માનન્ટ સરનામું આધારથી આપોઆપ ભરાઇ જશે.
- સરનામું એડિટ / અપડેટ કરો ભુલ હોય તો.
- જિલ્લો, તાલુકો, ગામ: તમારું જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- ત્યાર પછી, લેન્ડ ઓનરશીપમાં “Owner” પસંદ કરો.
- એગ્રકલ્ચર અને લેન્ડ ઓવનીંગ ખેડુત બન્ને ટીક માર્ક કરો.
- Fetch Land details – પર કિલક કરો.
6. જમીન માલિકી વિગતો
- જો તમે જમીનના માલિક છો, તો જમીન માલિક પસંદ કરો અને તમારી જમીન વિશેની વિગતો ભરો.
- કૃષિ પ્રકાર: તમે કૃષિ સાથે જોડાયેલા છો તો કૃષિ પસંદ કરો.
- જમીન સર્વે નંબર: તમારી જમીનના સર્વે નંબર દાખલ કરો અને સબમિટ કરો.
મહત્વપૂર્ણ: જો તમારી પાસે અલગ અલગ વિસ્તારોમાં જમીન હોય, તો દરેક સર્વે નંબરની વિગતો દાખલ કરો.
7. જમીન વિગતોની ચકાસણી કરો
- જમીન માલિકી ચકાસણી કરો: તમામ જમીન વિગતો દાખલ કર્યા પછી, Verify All Land પર ક્લિક કરો.
- સિસ્ટમ તમામ જમીન રેકોર્ડ્સની ખાતરી કરશે અને ચકાસણી કરશે.
8. નોંધણી પૂર્ણ કરવી
- તમામ માહિતી સત્યાપિત કર્યા પછી, Save અથવા Submit પર ક્લિક કરો.
- ખેડૂત સંમતિ: “Farmer Consent” પર ક્લિક કરીને નોંધણી શરતો સાથે સંમત થાઓ.
- ઇ-સહી: તમારે ઈ-સહી પ્રક્રિયા પૂરી કરવી પડશે.
- આધાર OTP: આધાર સત્યાપિત માટે OTP પ્રાપ્ત થશે. OTP દાખલ કરો અને Submit પર ક્લિક કરો.
9. પ્રક્રિયા પૂર્ણ કરવી
- નોંધણી પછી, તમારે ખેડૂત આઈડી મળશે.
- તમે જમીન નોંધણી PDF ડાઉનલોડ કરી શકો છો અને ફ્યુચર રેફરન્સ માટે સેવ અથવા પ્રિન્ટ કરી શકો છો.
farmer registry માટે નીચેનો વિડીયો જુઓ
farmer registry માં અવાર નવાર પુછાતા પશ્નો
સર્વર ડાઉનની સમસ્યા આવેતો શુ કરવું?
જો સર્વર અવાર-નવાર પડતો હોય, તો સવારે વહેલા અથવા રાત્રે મોડે નોંધણી કરવાનો પ્રયાસ કરો.
પીળો એરેર આવે તો શુ કરવું?
જો પીળો એરેર દેખાય, તો તે OTP ચકાસણી વિફળતા અથવા કનેક્શનની સમસ્યાઓ હોઈ શકે છે. થોડા સમય પછી ફરી પ્રયાસ કરો.
OTP નથી આવતો
તમારું મોબાઈલ નંબર અને નેટવર્ક કનેક્શન ચકાસો. જો સમસ્યા ચાલુ રહે, તો બીજું ફોન નંબર નો ઉપયોગ કરો.